GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: “પઢેગા ઇન્ડિયા આગે બઢેગા ઇન્ડિયા” મોરબી જિલ્લાના ૩૪ ગામોમાં લાઈબ્રેરી શરુ કરવામાં આવી

MORBI: “પઢેગા ઇન્ડિયા આગે બઢેગા ઇન્ડિયા” મોરબી જિલ્લાના ૩૪ ગામોમાં લાઈબ્રેરી શરુ કરવામાં આવી

 

 

oplus_0

મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિ (IAS) સાહેબશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ 12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને સરકારશ્રીના વિવિધ ખાતાઓમાં અધિકારીશ્રી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે મોરબી જિલ્લાના 34 ગામોમાં, જે તે પોતાના ગામના દાતાઓશ્રી દ્વારા યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકો ની લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી. જેમાં મોરબી તાલુકાના ૧૨ ગામો, ટંકારા તાલુકાના ૦૬ ગામો ( ટંકારા – પડધરી વિસ્તારના માન. ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાશ્રી ની હાજરી માં વિરપર ખાતે ) વાંકાનેર તાલુકાના ૧૦ ગામો, માળિયા તાલુકાનું ૦૧ ગામ અને હળવદ તાલુકાના ૦૫ ગામોનો સમાવેશ થાય છે…. આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ શ્રી દ્વારા યોગદાન આપી શરૂ કરાવવા માનનીય શ્રી જે. એસ.પ્રજાપતિ શુભ આશય છે….

oplus_0

આ તકે ટંકારા તાલુકાના વિરપર ગામે વશરામ ભાઈ પરષોત્તમભાઈ ભાલોડીયા , સુનિલ પરસોતમભાઈ ભાલોડીયા હરજીવનભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા પરીવાર દ્વારા મયુર સ્મુતી પુસ્તક પરબનું આજ રોજ લોકાપર્ણ કરવામાં આવ્યું છે આ પુસ્તકાલયમા આઠ પ્રકારના 500 થી વધૂ પુસ્તકો રાખવામાં આવ્યા છે જેમા મનુષ્ય જીવનને પેરિત કરે તથા બાળકો પણ વાંચી આગળના અભ્યાસમા તથા જીવનમાં ઉપયોગ થાય તેવા પુસ્તકો છે તેની સાથે ગ્રામીણ જીવનને લગતા તથા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને પણ ઉપયોગ આવે તેવા પુસ્તકો સંગ્ર અહીં રાખવામાં આવ્યો છે અને આરોગ્ય લક્ષી જાણકારી મળી શકે તેવા પુસ્તકનો પણ સંગ્રહ છે આ તકે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા તથા ગ્રામ પંચાયત તલાટી અને પંચાયતના સભ્યો ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજી ભાઈ દેથરીયા અને બોહોળી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા

oplus_0

Back to top button
error: Content is protected !!