DEDIAPADA

દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી,

પ્રજાસતાક દિન નિમિતે ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું

દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી,

 

પ્રજાસતાક દિન નિમિતે ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પર્વની ઉજવણીની સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના વતની અને વિવિધ સ્થળોએ નોકરી કરતા કર્મચારીઓ તથા ગામના જાગૃત નાગરિકોએ ભેગા મળીને ભંડોળ ઉભું કરી ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ ગામના વતની અને નવોદય વિદ્યાલય વાંકલ, સુરત ખાતે ફરજ બજાવતા શિક્ષકશ્રી ગંભીરભાઈ બી. વસાવાની આગેવાનીમાં યોજાયો હતો. જેમણે પીપલોદ ગામના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ હાથ ધરી છે. આ કાર્યક્રમમાં ગત વર્ષે ધોરણ-10, 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. દરેક શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સાથે સ્કૂલ નિધિ ફંડ તરીકે શાળા પરિવારને પણ રોકડ રકમ આપી હતી. આ કાર્યક્રમનો હેતુ અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને શ્રેષ્ઠતા માટે પ્રેરણા મળી રહે તેવો

હતો.

 

Back to top button
error: Content is protected !!