
બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 76 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષીત સરપંચશ્રી કૈલાશબેન અનકભાઈ સાંખટ વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું……
બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ આયોજન કરવામાં આવ્યા. જેમાં શાળા રમત ગમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓનું સન્માન , સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રશંગે ગામના પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચશ્રી પાંચાભાઇ સાંખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, સભ્યશ્રી કાળુભાઇ શિયાળ, છનાભાઈ રામભાઈ સાંખટ , જીવરાજભાઈ સાંખટ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિનેશભાઇ રાઠોડ, માધ્યમિક શાળાના આચાર્યશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી કરશનભાઈ પરમાર, કિરણભાઈ સાંખટ તથા SMC ના અધ્યક્ષ કડવાભાઈ સાંખટ, ભાણાભાઈ શિયાળ ,વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરમિડ તેમજ વિવિધ રાસ તેમજ નાટકો ભજવવામાં આવ્યા હતા.
બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ લેનાર તમામ બાળકોને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શાળા તમામ બાળકોને બોલપેન આપી યુવા સરપંચશ્રીમતી કૈલાશબેન અનકભાઈ સાંખટ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને 76 મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટ..ભૂપત સાંખટ
જાફરાબાદ
અમરેલી









