GUJARATJUNAGADHKESHOD

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ભારત માતા પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ભારત માતા પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પણ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કેશોદના તાલુકા પંચાયત સામે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત માતાની વિશાળ છબી મૂકવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ રાષ્ટ્રગીત વંદે માતરમ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, મંત્રી દિનેશભાઈ કાનાબાર, ઉપપ્રમુખ આરપી સોલંકી, પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા, ભરતભાઈ કક્કડ, નિશાંત પુરોહીત, દિનેશ સિદપરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી આ તકે મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવેલ હતું કેશોદના આગેવાનોમાં ડો.પ્રો પ્રવીણ ગજેરા, રાજપુત સમાજના પ્રમૂખ સિદ્ધરાજસિંહ રાયજાદા, પોલીસ જવાનો નગર શ્રેષ્ઠઓ આમ જનતા ભારતમાતાનું પુજન કરી ભારત માતાના તથા ભારતના બંધારણને સન્માનપૂર્વક નમન કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમના સંયોજક તરીકે જયેન્દ્રભાઈ ઉનડકટ, રસિકભાઈ સાવલિયા, પરેશ ત્રિવેદી, વિજય મહેતા, હિરેન ચાવડા, અશ્વિન સાબલપરા વગેરે દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક પરેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલું હતું અંતમાં ભારત માતાના પૂજન અને તિરંગા ને સલામી આપવા પધારેલા દરેકનો આભાર ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવેલા હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!