કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે 12 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

વડોદરા કરજણ:-
નિલેશભાઈ દરજી શહેરા
વડોદરા:- કરજણ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 12 મોં વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો અને ત્રણ દિવસની કથા આયોજન કરવામાં આવ્યું હતું કથા નાં યજમાન શ્રી ઘનશ્યામ યુવક મંડળ દ્વારા હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજીત કરવામાં આવ્યું હતું અને કથા વક્તા સ.ગુ.શા.સ્વા સત્યપ્રકાશદાસજીના મુખેથી કથા રસપાન કરાવ્યું હતું પહેલા દિવસે પોથી યાત્રા નીકળી હતી કરજણ નગર ની અંદર નીકળી હતી કરજણ મંદિર પહોંચી હતી ત્યારબાદ કથાનું રસપાન કરાવ્યું હતું બીજા દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્રીજા દિવસે કથા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને અંનકુટ , મહાપૂજા અને શાકોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું હતું વડતાલ મંદિર થી પધારેલ સૂર્યપ્રકાશ સ્વામી રઘુવીર ચરણદાસજી રાજેન્દ્ર પ્રસાદ દાસજી વગેરે સંતોના આશીર્વાદ આપ્યા હતાં
શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ ધામ) કરજણ આયોજીત મંદિરમાં પ્રગટ સ્વરૂપ બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ નો 12 મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજીત કરવામાં આવ્યું હતું પ્રેરક: કોઠારી શ્રી કૃષ્ણપ્રિયદાસજી (નીલમ સ્વામી) આયોજક શ્રી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી (પાટીલ સ્વામી ) કરજણ ગામ સત્સંગ સમાજ દ્વારા ભવ્ય પુર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી






