હાલોલ:શારદા વિદ્યા મંદિર શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
સમગ્ર દેશ ભરમાં 76માં પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષમાં વિવિધ જગ્યા પર હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તેવીજ રીતે હાલોલ ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર ખાતે પણ ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર તથા હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટીના અન્ય પદાધિકારીઓ તથા સામાજિક આગેવાન જેમ કે સંજયભાઈ પટેલ, રવિન્દ્રભાઈ ઠાકોર, નિતેશભાઈ પટેલ, અભયભાઈ વ્યાસ, બ્રિજેશભાઈ ત્રિવેદી, હિરેનભાઈ ભટ્ટ, રાજેશભાઈ ઠાકોર, નારાયણભાઈ, ધવલભાઈ પટેલ પારસભાઈ પટેલ, હર્ષભાઈ ભટ્ટ, જીગરભાઈ પટેલ ને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અર્પિતભાઈ ઠાકર, ગોપાલભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મહેન્દ્રભાઈ અગ્રવાલ ,રાજેશભાઈ શાહ એ વિષેશ ઉપસ્થિતિ આપી હતી. શાળા ના વાલીઓ એ પણ મોટી સંખ્યમાં હાજરી આપી હતી. શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, ડાન્સ, સ્પીચ, એક પાત્રિય અભિનય, પિરામિડ તથા કરાટે શૉ જેવા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. શારદા વિદ્યામંદિર શાળાના નર્સરી થી ધોરણ 2 સુધીના બાળકોએ ફેન્સી ડ્રેસ પ્રતિયોગિતામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવેલા મહેમાનો, શાળાના ટ્રસ્ટીઓ તથા વાલીઓ એ આ કાર્યક્રમ માં હજાર રહી શાળા ના વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ફેન્સી ડ્રેસ પ્રતિયોગિતાના વિજેતા બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન, ઝંડાગીત તથા ભારતમાતા કી જય, વંદે માતરમ્ જેવા નારા થી શાળા નું કેમ્પસ ગૂંજી ઉઠ્યું હતું. અંતે રાષ્ટ્રગીત અને દેશભક્તિની પ્રબળ લાગણી સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.














