ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વમાં વિપક્ષને કાર્યક્રમથી દૂર રાખવામાં આવતા બસપા અને આપ એ આવેદનપત્ર પાઠવ્યુ..
MADAN VAISHNAVJanuary 27, 2025Last Updated: January 27, 2025
4 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વિપક્ષને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીથી દૂર રાખવામાં આવેલ છે. જેને લઈને વિપક્ષ પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે બંને વિપક્ષનાં આગેવાનો દ્વારા ડાંગ જિલ્લા અધિક કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.ગુજરાતના ડાંગ જિલ્લામાં વિપક્ષ આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય તહેવારો જેમ કે 26મી જાન્યુઆરી તથા 15 મી ઓગસ્ટ જેવા તહેવારો આવે ત્યારે આ પાર્ટીના મુખ્ય પ્રમુખ અથવા મહામંત્રીઓને બોલાવવામાં આવતા નથી. જેથી રાષ્ટ્રીય પાર્ટીનું અપમાન થઈ રહ્યું છે. અને આ ડાંગ જિલ્લા વહીવટી તંત્રને રાજકારણ કરતા ખૂબ જ સારું આવડે છે તથા જિલ્લાના વડાને પણ ખબર નથી કે જિલ્લામાં કેટલી રાષ્ટ્રીય પાર્ટી આવેલ છે. આવા અનેક આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા અધિક કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ કોઈપણ પાર્ટીનું અપમાન ન થાય તેવું ઇચ્છનીય છે અને હવે પછી આવું વર્તન કરવામાં આવે તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..