GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદ ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મળી: એક ઈસમ ઝડપાયો
HALVAD- હળવદ ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મળી: એક ઈસમ ઝડપાયો
હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ હળવદ ડી-સ્ટાફની ટીમે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચીખલીગર ગેંગના સાગરીત આરોપી સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર રહે.જામનગર યોગેશ્વરધામ ઢીંચડા રોડ, ખોડીયાર કોલોનીવાળાને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, જ્યારે આ કેસમાં વધુ બે આરોપી શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર રહે.જામનગર યોગેશ્વરધામ ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની તથા આરોપી જસબીરસિંગ ઉર્ફે રવિસિંગ જુની રહે. ભરૂચવાળાના નામ ખુલવા પામ્યા હોય જેથી હળવદ પોલીસે બન્ને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.