TANKARA:” તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારની ખોવાયેલ રોકડ રકમ શોધી મુળ માલીકને પરત કરતી ટંકારા પોલીસ
TANKARA:” તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારની ખોવાયેલ રોકડ રકમ શોધી મુળ માલીકને પરત કરતી ટંકારા પોલીસ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસે અરજદારના ખોવાયેલા રોકડ રૂ ૧૫,૫૦૦ શોધી કાઢી મૂળ માલિકને પરત સોપતા અરજદારે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ગામના અરજદાર ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ખીજડીયા ચોકડીએ કામ અર્થે ગયા હતા ત્યારે પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૫,૫૦૦ પડી ગયા હતા જે અંગે પોલીસ મથકમાં જાણ કરતા ટંકારા પોલીસ ટીમે બનાવ સ્થળે આજુબાજુમાં તપાસ કરી હતી દુકાનો, પાનના ગલ્લા અને પસાર થતા લોકોની પૂછપરછ કરી સઘન તપાસ કરતા અરજદારનું ખોવાયેલ પાકીટ, રોકડ રૂપિયા અને અસલી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા જેથી ટંકારા પોલીસે અરજદારને રોકડ રૂ ૧૫,૫૦૦ પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી