
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૮/૦૧/૨૦૨૫
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગની કારોબારી તથા સન્માન સમારંભમાં જીલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલના અઘ્યક્ષ સ્થાને મોરિયાણા મુકામે યોજાય. જે કારોબારી મિટિંગમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ રાજનભાઈ ગાંવિત, મહામંત્રી મહેન્દ્રભાઇ વસાવા, સિ. ઉપાધ્યક્ષ વિનોદભાઈ ચૌધરી, કાર્યકારી અધ્યક્ષ નિલેશભાઈ ચૌધરી, સંગઠન મંત્રી અંકિતભાઈ,સહમંત્રી શશિકાંત પવાર કોષાધ્યક્ષ સુનિલભાઈ તથા સંગઠનના સૌ હોદ્દેદાર મિત્રો અને તાલુકાના સદસ્ય ભાઈઑ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જેમાં નેત્રંગ તાલુકાના આઇસ્ટોકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર જીજ્ઞેશભાઈ ચૌધરી પ્રા. શા.કબીરગામ,સંદીપભાઈ ગામિત પ્રા.શા. બોરખાડી, દિવ્યેશભાઈ રાઠોડ પ્રા.શા. મૌઝા અને મહેન્દ્રભાઈ ચૌધરી પ્રા.શા.કોડવાવ જેમને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગ વતી શાલ ઓઢાડીને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.
આ કારોબારી મીટિંગમાં PFMS ગ્રાન્ટ બાબત, નિવૃત શિક્ષકના લાભો બાબત, ઉ. પ. ધો.ના એરિયસ ચુકવવા બાબત, મુત્યુ પામેલા શિક્ષકને બાકી મળવાપાત્ર લાભો આપવાં બાબત, તાલુકાના કાર્યક્રમમાં સંગઠનને આમંત્રિત કરવા બાબત,2017 પસી ભરતી થયેલ શિક્ષકોને CPF ખાતા ખોલવા બાબત જેવી મળેલ તમામ રજુઆતની કારોબારી મીટિંગમાં ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ નેત્રંગ ભરૂચ હર હંમેશ શિક્ષકો માટે અડીખમ રહેશે.


