BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ઉચ્ચ.પ્રાથમિક વિભાગ ખાતે વાલી મીટિંગ યોજાઈ હતી
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ઉચ્ચ.પ્રાથમિક વિભાગ ખાતે ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓની વાલી મીટિંગ યોજાઈ હતી. જેમાં વાલીઓએ જે-તે વિષય શિક્ષક જોડે પ્રત્યક્ષ પરિસંવાદ કરી તથા પ્રથમ વાર્ષિક પરીક્ષાની ઉત્તરવહીઓ તથા એકમ કસોટી નિહાળી પોતાના બાળકની ખામીઓ – ખૂબીઓ જાણી હતી. સાથે બાળકના મૂલ્યલક્ષી શિક્ષણથી અવગત પણ થયા હતા. કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રીએ પ્રત્યક્ષ પરિસંવાદમાં વાલીઓને બાળકની ઉત્તમ કારકિર્દી વિશે માર્ગદર્શન પુરું પાડયું હતુ આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાલી મીટિંગનું સુચારુ આયોજન થયું હતું.