
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૧/૨૦૨૫
જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજીત નિપુણ ભારત અંતર્ગત જિલ્લાકક્ષાની વાર્તા સ્પર્ધા ૨૦૨૪-૨૫માં કે જેમાં દરેક તાલુકાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા જુના નેત્રંગ ની બાલ વાટિકામાં અભ્યાસ કરતી દેવાંશી સંજયભાઈ પરમારનો સમગ્ર જિલ્લા માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. વર્ગ શિક્ષક પ્રજ્ઞાબેન જી. વસાવા માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના આચાર્ય પ્રવીણ એમ. ગોહિલ અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી અને શુભેચ્છા પાઠવવામાં આવી. તેમજ નેત્રંગ તાલુકા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની અરેઠી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યાં પણ પ્રશસ્તિ પત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.


