BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસમાં થેલેસિમીયા ટેસ્ટ કેમ્પનું આયોજન
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર અને એન. એસ.એસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોલેજના બી. એ. પ્રથમ વર્ષના વિધાર્થી/વિધાર્થીનીઓ માટે થેલેસિમીયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજના ૭૫૦ જેટલા વિધાર્થીઓ ભાગ લઈ બ્લડ સેમ્પલ આપ્યું હતું. થેલેસિમીયા રોગ થી વિધાર્થીઓ પરિચિત થાય અને જાગૃત થઈ અન્ય નાગરિકો ને તેની માહિતી પૂરી પાડે તે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ હતો. આ તમામ આયોજન કૉલેજના આચાર્યશ્રી. ડૉ. એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પોગ્રામ ઓફિસર ડૉ. વિજય પ્રજાપતિ અને સિનિયર પોગ્રામ ઓફિસર ડૉ ભારતીબેન રાવત,અને ડૉ. દિપકભાઈ પટેલે કર્યું હતું.