AHAVADANGGUJARAT

Dang: સાપુતારા પોલીસની ટીમે ટ્રકમાં લઈ જવાતો 12.34 લાખનો દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સાપુતારા ચેકપોસ્ટ ખાતે ટ્રકમાં ગેરકાયદેસર રીતે સંતાડીને લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કુલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમ દ્વારા આંતર રાજયને જોડતી સાપુતારા ચેકપોસ્ટ ખાતેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગે તે હેતુસર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ.અહી સાપુતારા પોલીસનાં વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાં ગેરકાયદેસર રીતે સંતાડીને લઈ જવાતા પાસ પરમીટ વગરના દારૂના જથ્થા સાથે બે બુટલેગરો ઝડપાયા હતા.તેમજ પોલીસની ટીમે દારૂના જથ્થા સહિત  કુલ 27 લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.ગતરોજ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ સહિત પોલીસ કર્મીઓની ટીમ સાપુતારા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા.ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક અશોક લેલન્ડ કંપનીનો તાડપત્રી બાંધેલ ટ્રક રજી. નં.GJ -14-Z-1156 જે સાપુતારા ચેકપોસ્ટ પર આવતા પોલીસની ટીમને શંકા જતા તેને ઉભો રાખી ચેકીંગ હાથ ધર્યુ હતુ.જેમાં ટ્રક ચેક કરતા ટ્રકનો ફાલ્કું ખાલી હોય અને ટ્રકના ફાલ્કાની નીચે લોખંડની પટ્ટી બોલ્ટથી ફીટ કરેલ હોય ત્યારે પોલીસે ચાલક પાસેથી લોખંડની પટ્ટી પાના વડે ખોલાવતા લોખંડની પટ્ટી નીચે ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ સાપુતારા પોલીસની ટીમે ટ્રક ચાલક સાજીદ અબ્દુલ કુરેશી (રહે.અમરેલી તા.જી.અમરેલી) અને ક્લીનર રિયાઝ આરીફ કસીરી (રહે.અમરેલી તા.જી.અમરેલી)ની અટકાયત કરી હતી.તેમજ ચોરખાનામાંથી મળી આવેલ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 12,34,044/- તથા ટ્રક જેની કિંમત રૂપિયા 15 લાખ તથા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા 6 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 27,40,044/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો આપનાર અજય ઉર્ફે કાળિયો (રહે. ગોવા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!