GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી‌ઓ માટે ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી‌ઓ માટે ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

 

 

તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડના Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે જે જાહેરાતમાં ૩૨૪૩૮ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે. જે અરજી કરવાની અંતીમ તારીખ ૨૨/૦૨/૨૦૨૫ છે.
અત્રેના મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળે અને તેઓ સરકારી સેવામાં જોડાય તેવા શુભ આશયથી અત્રેની મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા અત્રેના જિલ્લાના ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે કુલ ૩૫ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે ૦૫ કેન્દ્રોમાં તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી અને ગ્રામ્ય કક્ષાએ ૩૦ જેટલા કેન્દ્રો ખાતે તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે. જે કેન્દ્રોની વિગતવાર યાદી આ સાથે સામેલ છે. રસ ધરાવતા ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે.

જેમાં તાલુકા કક્ષાએ મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી- આ ૦૫ કેન્દ્રો ખાતે આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી અરજી કરી શકશે.તેમજ ગ્રામ્ય કક્ષાએ નેકનામ, નેસડા ખાનપર, લજાઈ, સાવડી, ખાખરેચી, વવાણીયા, સરવડ, આમરણ, ખરેડા, ખાખરાળા, ઘૂંટુ, બગથળા, ભરતનગર, રંગપર, રાજપર, લાલપર, કોઠી, ઢૂવા, તીથવા, દલડી, પાડધરા, પીપળીયા રાજ, મેસરીયા, સિંધાવદર, જૂના દેવળીયા, ટીકર રણ, મયુરનગર, માથક, રણમલપુર, સાપકડા- આ ૩૦ ગામો ખાતે આગામી તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી ગ્રામ પંચાયત કચેરી પર ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે. આ નિઃશુલ્ક અરજી કેન્દ્રોની વિગતવાર યાદી અત્રે જણાવ્યા મુજબની રહેશે. મોરબી જિલ્લાના રોજગારવાંછુ ઉમેદવારોને આ સેવાનો મહત્તમ લાભ મેળવવા માટે જિલ્લા પંચાયત મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!