GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લાના બાકોર ખાતે એ આરટીઓ લુણાવાડા કચેરી દ્વારા લોકોને રોડ સેફટી અંગેની સમજ આપી

માર્ગ સલામતી માસ અંતર્ગત ખાનપુર તાલુકાના બાકોર ખાતે એઆરટીઓ લુણાવાડા કચેરી દ્વારા લોકોને રોડ સેફટી અંગે સમજ આપવામાં આવી
અમીન કોઠારી મહીસાગર
દેશમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. અકસ્માતના કારણે દર વર્ષે હજારો લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે મહીસાગરની એ.આર.ટી.ઓ. શાખા દ્વારા રોડ સેફ્ટી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું મહ્ત્વ લોકો સુધી પહોંચાડી તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ભવિષ્યમાં અકસ્માતની ઘટનાઓને અટકાવી શકાય અને લોકોનો જીવ બચી શકે.
આજરોજ માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ખાનપુર તાલુકાના બાકોર ખાતે એઆરટીઓ લુણાવાડા કચેરી દ્વારા રમુજી અંદાજમાં રંગલાના પાત્ર દ્વારા લોકોને રોડ સેફટી અંગે સમજ આપવામાં આવી અને રોડ સેફટી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું




