DAHODGUJARAT

દાહોદ લાયન્સ કલબ ઓફ દાહોદ સીટી અને જુનિયર રેડક્રોસ દ્રારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર તૈયારી જીત કી

તા.૩૧.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ લાયન્સ કલબ ઓફ દાહોદ સીટી અને જુનિયર રેડક્રોસ દ્રારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર તૈયારી જીત કી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવાપાંખ જુનિયર રેડ ક્રોસ અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના સંયુક્ત ઉપક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર “તૈયારી જીત કી” આયોજન તા.૩૧.૦૧.૨૦૨૫ ના શુક્રવારના રોજ સવારે ૧૧.૩૦ થી ૨.૦૦ કલાક સુધી રેડ ક્રોસ ભવન ખાતે ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર શ્રી યોગેશ પોટા સર ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી સ્વાગત પ્રવચન રેડક્રોસ મંત્રી જવાહર શાહ તેમજ ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકરનો પરિચય લાયન્સ ક્લબ દાહોદ સીટી ના મંત્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવ્યો હતો આ સેમિનારમાં ધોરણ.૧૦ બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સફળતાપૂર્વક અભ્યાસ કરવો ,વાંચેલું યાદ રાખવું, ઉત્તમ પરિણામ મેળવવું ,હકારાત્મક અભિગમ કેળવવો, અઘરા પ્રશ્ન યાદ રાખવા ,પેપર કેવી રીતે લખવા ,એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જેવા વિદ્યાર્થીઓને મૂંઝવતા અનેક પ્રશ્નોનો નિરાકરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે કેબિનેટ સેક્રેટરી ડો યુસુફી કાપડિયા લાયન અનિલ અગ્રવાલ ,બ્લડ બેન્ક કન્વીનર એન કે પરમાર હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન સહમંત્રી સાબીરભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શિક્ષક મિત્રો દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો હાજર રહે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!