MALIYA (Miyana): માળીયાના ચાચાવદરડા ગામની સીમમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ

MALIYA (Miyana): માળીયાના ચાચાવદરડા ગામની સીમમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
અંદાજિત ૨૫૦૦૦/- લીટર જેટલો ડીઝલનો જથ્થા સાથે ટ્રક સહિત મુદ્દા માલ કબજે!
મોરબીમાં ફરી એક વખત ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે.માળિયા( મિયાણા) તાલુકા નાં ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલ ચોરી સ્થાનિક પોલીસે ઝડપી પાડી છે. આ બાબતે વાત કરીએ તો માળીયા (મિંયાણા) તાલુકા નાં ચાંચાવદરડા ગામની સીમમાં ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી થતી હોવાની માળીયા (મીયાણા) પોલીસને બાતમી મળી હતી. પોલીસે તે બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરી ને ડીઝલ ચોરી ઝડપી પાડી છે.જેમા ડીઝલના ટાંકા માંથી ચોરી કરીને બારોબાર વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે. અંદાજિત પચ્ચીસ હજાર લીટર જેટલો ડીઝલનો જથ્થો અને ટ્રક સહિત મુદ્દા માલ કબ્જે કરી ને ટ્રક ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ હજું વિગત મેળવી શકાય તેમ છે. અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા સમયથી એસ એમ સી ટીમે મોરબીમાં કોલસાની ભેળસેળ, જુગારધામ, વિદેશી દારૂ ની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર ઘોંચ બોલાવી છે. ત્યારે એસ એમ સી ની ઝપટે ચડી ન જવાય તે માટે દરેક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ એલર્ટ થઈ ગયાં છે.







