ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર વય મર્યાદા ને લઈ નિવૃત્ત થતા વિદાય સંભારંભ યોજાયો.
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે હુસેન ભાઈ કડીવાલા છેલ્લા 23 વર્ષ ઉપરાંતથી ચાર તબક્કે અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓ વય મર્યાદા ને લઈ નિવૃત્ત થતા ઝઘડીયા કોમ્યુનિટી હોલ ખાતે વિદાય સંભારંભનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓ ને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી વિદાય માન આપ્યું હતું.ઉપસ્થિત લોકો એ કડીવાલા ના ફરજ દરમિયાન કામોને યાદ કર્યા હતાં.આ પ્રસંગે નિવૃત થતા કડીવાલા ભાવુક થઈ ઝઘડીયા તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તમામ ગામો ના તલાટી તેમજ સરપંચો નો તેઓ ને આપેલ સહકારને યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો.અને પીરજાદા રફીક બાવા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા,તા.પ સ્ટાફ. તલાટી.સરપંચો,ભાજપના તાલુકા પ્રમુખ સંદીપભાઈ પટેલ.તાલુકા પંચાયત સભ્યો હાજર રહી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી