AMRELI CITY / TALUKOJAFRABAD

કથીવદર ગામ ખાતે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યુ.

રિપોર્ટર સોહિલ બમાણી જાફરાબાદ

જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કથીવદર ગામ ખાતે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યુ.

સમગ્ર ભારત સામે સ્વચ્છતા જાળવણી એક મોટો પડકાર છે, આપણા દેશનાં પ્રધાનમંત્રીથી લઇ ફિલ ઇન્ડસ્ટ્રીજનાં સેલીબ્રીટીઓ સાથોસાથ દેશનાં દરેક આમ નાગરીકો પણ સ્વચ્છ ભારત મિશનની પહેલ સાથે જોડાયા છે ત્યારે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા રાજુલા તાલુકાનાં કથીવદર ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ગ્રામ્ય કક્ષાએ લીલા અને સુકા કચરા માટે જરૂરી એવી સ્ટેન્ડ સાથેની કચરાપેટી અનુદાનીત કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્રારા પોતાને ઔધ્યોગીક સામાજીક પ્રતિબધ્ધતા દર્શાવી આગામી દિવસોમાં કથીવદર ગામને સ્વચ્છ અને આદર્શ બનાવવા તરફ એક પહેલ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જીએચસીએલ લીમીટેડનાં સિની. જનરલ મેનેજરશ્રી જે.વી.જોષી સાહેબ, શ્રી ગઢવી સાહેબ, શ્રી યોગાનંદી બાપુ, ડૉ.રવિ સોલંકી તેમજ સમગ્ર સી.એસ.આર ટીમ સહભાગી બની હતી. ગ્રામ્ય કક્ષાએથી સરપંચશ્રી બાબુભાઇ, ઉપસરપંચશ્રી મનીષભાઇ તેમજ પંચાયત સભ્યો અને અન્ય આગેવાનો હાજર રહેલા.

 

Back to top button
error: Content is protected !!