હાલોલ:યુવા કાર્યકર્તા અને વીએમ સ્કૂલના આચાર્ય હર્ષાબેન શુક્લ ફેસ ઓફ ફ્યુચર રાષ્ટ્રીય પ્રેરણા દૂત એવોર્ડ થી સન્માનિત થશે

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ
તા.૧.૨.૨૦૨૫
બિહાર રાજ્ય ના છપરા જિલ્લા માં યોજાઈ રહેલ ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા રાષ્ટ્રીય પ્રેરણા દૂત એવોર્ડ માં પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકા ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લ ની પસંદગી કરવામાં આવી છે આ પુરસ્કાર કાર્યક્રમ 1-ફેબ્રુ થી 3-ફેબ્રુ ત્રિ-દિવસીય ચાલનાર રાષ્ટ્રીય એવોર્ડ માં ભારત ના કુલ 20 રાજ્યોમાંથી અલગ-અલગ યુવા સાંસ્કૃતિક કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તાની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાંથી પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકાના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લ ની પસંદગી કરવામાં આવી છે આ બદલ ગુજરાત રાજ્ય તેમજ પંચમહાલ જિલ્લા અને હાલોલ તાલુકા તેમજ તેમના પરિવારજન સાથે સમગ્ર શાળા અને શાળા મંડળ હર્ષોઉલ્લાસ ની લાગણી અનુભવે છે.








