GUJARATPANCHMAHALSHEHERA

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ તાલીમ શહેરા બી.આર.સી ભવન ખાતે યોજાઇ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK ) અંતર્ગત તાલીમનું આયોજન શહેરા BRC જુના ભવન ખાતે થયું.

 

10 થી 19 વર્ષના શાળાએ જતા બાળકોના આરોગ્ય અને સુખાકારી માટે તાલીમમાં 11 મોડ્યુલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. તારીખ 28 29 અને 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ તાલીમમાં મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાની બહેનોએ ભાગ લીધો હતો. મોડ્યુલ ના તમામ મુદ્દાઓમાં તાલીમાર્થી બહેનોએ કેસસ્ટડી દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. વિચારોના આદાન-પ્રદાન દ્વારા તમામ મોડ્યુલનો અભ્યાસ કરાવવામાં આવ્યો.

બીઆરસી ભવનમાં બીઆરસી સાહેબ શ્રી, સી.આર.સી સાહેબ શ્રી, અને માસ્ટર ટ્રેનર હાર્દિક પંચાલ, કલ્પેશ પટેલ, જીતેન્દ્રભાઈ, હાર્દિક રામચંદાણી તથા બહેન શ્રી એ ભાગ લઈ તમામ મોડ્યુલો ની માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને અભયમમાંથી આવેલા સ્ટાફ મિત્રોએ જરૂરી માહિતી પૂરી પાડી હતી. અંતે રાષ્ટ્રગાન સાથે તાલીમની પૂર્ણાહુતિ કરાઈ.

Back to top button
error: Content is protected !!