GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ-મતદારોને પ્રોત્સાહિત/પ્રશિક્ષિત કરવા અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ના રોજ મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રનિર્માણમાં સમાજની ભૂમિકા,લોકશાહી વ્યવસ્થા અંગે સામાજિક જાગૃતિ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંબંધે શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા લોક સંદેશ પાઠવવામાં આવ્યો.