GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્કાયમોલ સામે સેવા એજ સંપતિની ઓફીસ પર ત્રણ લોકોએ તોડ ફોડ કરી

MORBI:મોરબી સ્કાયમોલ સામે સેવા એજ સંપતિની ઓફીસ પર ત્રણ લોકોએ તોડ ફોડ કરી

 

 

મોરબીના શનાળા રોડ પર આવેલ “સેવા એજ સંપતિ” નામની ઓફિસમાં ત્રણ શખ્સો દ્વારા ગત બપોરના રોજ તોડ ફોડ કરી ત્યાં નોકરી કરતા યુવક અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરમા રહેતા અને સેવા એજ સંપતી ઓફિસમાં પ્રાઇવેટ નોકરી કરતા નિકુંજભાઈ ધીરજલાલ બાવરવા (ઉ.વ.૨૬) એ આરોપી જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. મોરબી તથા પ્રકાશ નરભેરામ ભુત રહે. મોરબી અવની ચોકડી તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડ પર આવેલ ફરીયાદીની “સેવા એજ સંપતી” ઓફિસમાં આરોપીઓ આવી કોઈ કારણ વગર ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ઓફિસમાં ધોકા વડે તોડફોડ કરી નુકસાન કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!