BHARUCHJHAGADIYA

ઝઘડીયા પંથકમાં કેળનો પાકમાં રોગનો પગ પેસારો:ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થળ સુકાઈ જાય : ખેડૂતો ચિંતિત બન્યા 

ઝઘડીયા પંથકમાં કેળનો પાકમાં રોગનો પગ પેસારો:ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થળ સુકાઈ જાય : ખેડૂતો ચિંતિત બન્યા

 

 

ખેડૂતોના મતે પનામા રોગ કેળના પાકને બરબાદ કરી રહ્યો હોવાની આશંકા

 

 

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વિપુલ પ્રમાણમા કેળાની ખેતી થતી હોય જેમાં ઇન્દોર, પાણેથા, વેલુગામ મોટા -વાસણા જેવા ગામોમા કેળ ના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે.જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝઘડીયા તાલુકાના મોટા -વાસણા ગામમા કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારના રોગ જોવા મળે રહ્યો છે.જેમાં કેળ પરિપક્વ થઇ જાય અને કેળ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ રોગના કારણે તેનીની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થળ સુકાઈ જાય છે.આ રોગનું નામ પનામા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોનો જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામાં રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ છે તે જમીનમાં પણ પ્રવેશે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને વર્ષોથી કેળની ખેતી કરતા ખેડૂતોના માથે મોટો સંકટ આવ્યો છે. તેમજ આ રોગને કારણે ખેડુતોને આર્થિક નુકશાન થાય છે આ રોગના કારણે ખેડૂતો અન્ય પાકના તરફ વળ્યા છે પરંતુ જેટલો ફાયદો કેળની ખેતીમાં થતો હોય છે તેટલો ફાયદો થતો નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો આ રોગ પર તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ નહીં કરવામાં આવે તો કેળાનો પાક બરબાદ થઈ જશે તેમ જણાવ્યું હતું

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!