સંતરામપુર નગરપાલિકાની છ વોર્ડ ની 24 બેઠકો ઉપર ચૂંટણી યોજનાર છે.

સંતરામપુર નગરપાલિકા ની છ વોડૅ ની ચોવીસ બેઠકો માટે ની ચુંટણી થનાર છે.
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર …
ત્યારે ભાજપ દ્વારા માત્ર તેવીસ બેઠકો પર ઉમેદવારો ઉતારતાં આ ચુંટણીમાં ભાજપ ને વોડૅ નં. ચારમા પ્રથમ એકજ ઉમેદવાર નુ ઉમેદવારીપત્ર ભરવા પામેલ ને ઉમેદવાર શોધવામાં ભાજપ ને ભારે પ્રયાસો હાથ ધર્યા બાદ છેલ્લે માંડમાંડ બે ઉમેદવારો મલતા તેમનાં ઉમેદવારી ફોર્મ ભારે ભાગદોડ બાદ છેલ્લી ઘડીએ ભરાવેલ જોવા મળતાં હતાં.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે,આ ચુંટણીમાં ભાજપ નાં મેન્ડેડ વાળા ઉમેદવારો ની યાદી જાહેર થતાં ભાજપમાં હોબાળો મચી જવા પામ્યો હતો અને કેટલાકે અપક્ષ ઉમેદવારી કરેલ જોવાં મળતી હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સંતરામપુર નગરપાલિકા ની ચોવીસ સભ્યો માટે ની યોજાયેલ ચૂંટણીમાં કુલ 77 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે.જેમા કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ દ્વારા તેવીસ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે ને આમ આદમી પાર્ટીએ માત્ર ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે.
અન્ય અપક્ષો મલી ને આ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે
આ ચુંટણીમાં ચતુષકોણીયો જંગ ખેલાશે.
ઉમેદવારી ફોર્મ ની ચકાસણી બાદ ને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ ખરું ચિત્ર જોવા મળશે.
અત્રે એ ખાસ યાદ અપાવું જરૂરી છે કે, સંતરામપુર નગરપાલિકા માં સતત ભાજપની સત્તા હોવાં છતાં વિકાસ જોવા મળતો નથી અને નગરપાલિકા દ્વારા મીલીભગતથી વરસોનાં વરસો થી માત્રને માત્ર એકજ એજન્સી નેજ યેનકેન પ્રકારે કામો આપી ને વિકાસ ની ગ્રાન્ટ નાં નાણાં માંથી કટકી કરી ને ભષ્ટ્રાચાર આચરીને વિકાસ નાં કામો હલકી કક્ષાના ને હલકી ગુણવત્તા વાળા બનાવી ને ગોબાચારી આચરીને ખીસ્સા ભરાય છે અને તેની રજુઆતો ની વીભાગ દ્વારા વરસોના વરસો સુધી તપાસ પણ કોઈક ઈશારે નહીં કરીને ભષ્ટ્રાચાર ને પ્રોત્સાહન આપીને નગરને વિકાસ થી વંચિત રાખવામાં આવેલ હોવાનું જોવા અને જાણવા મળે છે.
નગરજનો આ ચુંટણીમાં પ્રજાકીય કામો ને અને નગરજનો ના પ્રશ્ર્નો ને સમજે ને તેને વાચા આપે ને નગરનાં વિકાસ ને પ્રાધાન્યતા આપે ને ટકાવારી ની ભાગબટાઈ માં નગરનું ને નગરજનો નું અહીત ના કરે તેવા ઉમેદવારો ને લોકો ઝંખી રહ્યા છે.
આ ચુંટણીમાં ભાજપ દ્વારા ટીકીટો ની ફાળવણી વહેંચણી માં કાયૅકરો જે નિષ્ઠાવાન અને વફાદાર ને ઈમાનદાર અને વરસોથી ભાજપને જ વરેલા છે તેવાં કાયૅકરો ને ટીકીટ ફાળવણી માં અન્યાય કરાયાનો એહસાસ અનુભવી રહ્યા છે.
જેના પ્રત્યાઘાતો આ નગરપાલિકા ની થનાર ચુંટણીમાં પડે તો નવાઈ નહીં લાગે??? એવા અનેક સવાલો લોક મુકે ચર્ચાઈ રહ્યા છે.



