વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
મહુવા તાલુકાના મહુવરીયા ગામે મહુવા તાલુકા આદિવાસી પંચના સભ્યો કુંજન ઢોડિયા,નરેન ચૌધરી,દિલીપભાઈ ચૌધરી,કિરીટ પટેલ,શીતલ ચૌધરી,બાબુભાઇ સરપંચ તેમજ તમામ સદસ્યોની ટીમે ભારે જહેમત ઉઠાવી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય વક્તા સતિષભાઈ પેંદામ ઉપસ્થિત રહ્યા હતાં જેમણે મહાન સ્વતંત્રતાસેનાની બિરસા મુંડા,તંત્યા મામાં ભીલ સહિત અનેક મહાનુભાવોની જીવનીનો સામાન્ય જનતાને પરિચય કરાવ્યો હતો.એમણે એ પણ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સરકારી અધિકારીઓનો ઉપયોગ સરકાર આદિવાસીઓના હક,અધિકાર છીનવવા હાથા બનાવીને ઉપયોગ કરી રહી છે.માટે સરકારી કર્મચારીઓએ પણ વિચારીને કામ કરવું જોઈએ અને દેશ,સમાજથી મોટું કોઈ નથી એ સમજીને કોઈ રાજકારણીઓના હાથા બનતા અટકવું જોઈએ.આ કાર્યક્રમમા સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ અમરેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી બાળાના વાલીને ભણતર માટે આર્થિક મદદ કરી હતી અને આ મદદનો આંકડો અત્યારસુધીમા કુલ 467 જેટલાં વિદ્યાર્થીઓ અને 50 લાખ કરતા વધુની સહાયરૂપે પહોંચ્યો છે.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,માંડવીના અરેઠના યુવા ટાયગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ અને રાજકોટથી આવેલા સામાજિક કાર્યકર્તા ઉત્તમભાઈ રાઠોડે પોતાના ધમાકેદાર વક્તવ્યથી શિયાળાની ભારે ઠંડીમાં પણ મહુવરિયાના વાતાવરણમા ગરમાટો લાવી દીધો હતો.અને ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ઉત્પલ ચૌધરી,મુંબઈથી ડો.સુનિલ પરહાને,ગુજરાત હાઇકોર્ટના વકીલ દર્શિલ કંથારીયાએ યુવાનોને સારા ભવિષ્ય માટે ખુબ મહેનત કરી સમાજ અને દેશ માટે મોટું કામ કરવાની અને જરૂર પડ્યે મદદરૂપ થવાની ખાતરી આપી હતી.ઘેર નૃત્ય,ચૌધરી નૃત્ય,ડાંગી નૃત્ય,નાના બાળકોની કૃતિઓએ અને આદિવાસી પરંપરાગત વાનગીઓએ આશરે 10 હજારથી વધુ શ્રોતાઓની ભીડને મંત્રમુગ્ધ કર્યા હતાં.આ કાર્યક્રમમા મહુવા સુગર ચેરમેન વિપુલ પટેલ,તુષાર પટેલ,યુવા સામાજિક કાર્યકર્તાઓ વિજય કટારકાર,રાકેશ ચૌધરી,જયદીપ રાઠોડ,બંટી ઢોડિયા,રાજુ પટેલ,પ્રકાશ વસાવા,હિતેશ મૂંડવાડા,નિકુંજ પટેલ,જિમી પટેલ,અમિત ચૌધરી,રાકેશ ચૌધરી પત્રકાર,કવલ ચૌધરી,જીગર ગામિત,વિપુલ ચરપોટ,એસએમસી કોર્પોરેટર અલ્પેશ પટેલ,ભાવુ ઢોડિયા,કીર્તન પટેલ,તરુણ પટેલ,શિવમ,યજ્ઞેશ ગામિત,રાકેશ પટેલ,પ્રદીપ પટેલ,અક્ષય ચૌધરી,મુકેશ પટેલ,હિતેશ પટેલ,ચિરાગ પટેલ,મિત્રાંશુ ગામિત,અખિલ ચૌધરી,મિત્તલ ચૌધરી,સ્નેહલ વસાવા,નીતિન વસાવા,વિનય વસાવા એમની ટીમ સહિતના આગેવાનોએ યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.