
તા.૦૬.૦૨.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરેડી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર વર્ગ ચાલુ કરવામાં આવ્યો
દાહોદ જીલ્લામાં ખરેડી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ઉર્જાવાન, પ્રેરણાસ્ત્રોત, આદરણીય યોગ સેવક શિશપાલજી સાહેબ તથા ઝોન -૩ નાં ખુબ જ માર્ગદર્શન પુરું પાડનાર આદરણીય પિન્કીબેન નાં માર્ગદર્શન મુજબ યોગ કોચ લાલાભાઇ સંગાડા દ્વારા યોગ ટ્રેનર બેન્ચ ચાલુ કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી, દાહોદ જીલ્લા સોશિયલ મીડિયા કો ઓર્ડીનેટર રાહુલભાઈ પરમાર તેમજ ૩૧ યોગ ટ્રેનર ભાઇ બહેનો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓ તથા ઘર ઘર સુધી યોગ પહોંચાડી બધાં જ ભાઇ બહેનો યોગ કરે અને નિરોગી રહે , યોગ એ માત્ર વ્યાયામ પૂરતો નથી પરંતુ યોગ જીવન જીવવાની પ્રેરણા આપે છે સંસ્કાર આપે છે અને આર્થિક, સામાજિક, માનસિક ટેન્શન દૂર કરી શકે છે કરો યોગ, રહો નીરોગ



