GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.

અમીન કોઠારી મહીસાગર

આગામી તા.૨૫મી ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

અરજદારોએ પોતાના પ્રશ્નો સંબંધિત કચેરીને તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં નિયત નમુનામાં મોકલી આપવાના રહેશે.

મહિસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે માન.મુખ્યમંત્રીશ્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લાના તમામ તાલુકા માટે ફેબ્રુઆરી-૨૦૨૫નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજવાનો હોય માહે ફેબ્રુઆરી-૨૦૨૫માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -૧ કક્ષાના અધિકારીશ્રીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે,

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/ રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા અથવા જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/ મંત્રીશ્રીને સંબોધીને ૧ થી ૧૦ તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.૧૦/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીને તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે.

Back to top button
error: Content is protected !!