GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મ્યુનિસિપલ કમિશ્નર અને નાયબ કમિશનર દ્વારા ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવમાં ખાસ હાજરી આપી.

MORBI:મોરબી મ્યુનિસિપલ કમિશ્નર અને નાયબ કમિશનર દ્વારા ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ માં ખાસ હાજરી આપી.

 

 


મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને નિશુલ્ક રહેવા , જમવા સહિત ની પ્રાથમિક સુવિધાઓ સરકાર શ્રી ની મદદ અને દાતા સંસ્થા ના સહયોગ થી. નિયમાનુસાર સંચાલક સંસ્થા શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે .

ગત રાત્રિ એ મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ, નાયબ કમિશનર શ્રી કુલદીપસિંહ વાળા સાહેબ ની આગેવાની હેઠળ કોર્પોરેશન ટીમ ના સિનિયર પ્રતિનિધિઓ સાથે સંચાલક સંસ્થા ના પ્રતિનિધિઓ સહિત સ્થાનિક વિસ્તારો ના ઘર વિહોણા લાભાર્થીઓ ને સ્થળ પર મુલાકાત કરીને કાઊન્સેલિંગ દ્વારા આશ્રય ગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી,શહેર ના અલગ અલગ જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રિ આશ્રય લઈ રહેલા લોકો ને તાત્કાલિક સમજાવટ દ્વારા વાહન મારફતે આશ્રય ગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેર માં રસ્તા પર ન સુવા અને આશ્રય ગૃહ નો લાભ લેવા સહમત કર્યા હતા.ઉલેખનિય છે કે , સંચાલક સંસ્થા દ્વારા નિયમિત રીતે આ પ્રકાર ની નાઈટ ડ્રાઇવ દ્વારા લાભાર્થીઓ ને સમજાવી ને ખાસ વાહન મારફતે આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવે છે ત્યારે હજુ પણ અમુક લાભાર્થીઓ જાહેર માં જ રાત્રિ રોકાણ કરવા આગ્રહ રાખે છે અને પોતે તથા પરિવાર જનો પર અનેક જોખમો ઉઠાવે છે આ સંજોગો માં કમિશ્નર સાહેબ ની ટીમ સાથે ની નાઈટ ડ્રાઇવ અને લાભાર્થીઓ સાથે સીધા સંપર્ક થી હવે આશ્રય ગૃહ અંગે લાભાર્થીઓ વધુ હકારાત્મક વલણ અપનાવી લાભ મેળવશે…
ઉપરોક્ત ડ્રાઇવ દ્વારા ૩૯ જેટલા લાભાર્થીઓ ને આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, કમિશ્નરશ્રી દ્વારા આશ્રય ગૃહ ની સેવાઓ વધુ માં વધુ લોકો લે એ હેતુસર ખાસ માર્ગદર્શન અને કાર્યપદ્ધતિ અંગે સંચાલક સંસ્થા ના પ્રતિનિધિઓ ને આપ્યું હતુ.અને સંસ્થા ની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!