DAHODGUJARAT

ધાનપુર તાલુકાના હાટ બજારમાં લેપ્રસી અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો,”ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવ્યે 

તા.૦૬.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના હાટ બજારમાં લેપ્રસી અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો,”ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવ્યે

ધાનપુર તાલુકાના ધાનપુર ખાતે હાટ બજાર માં “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર-પ્રસાર, કરવામાં આવ્યો જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજાર પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યું.તેમા જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડૉ.શોભના.મુનિયા તેમજ પ્રા.આ.કે. રાછવા ના સુપરવાઈઝર તેમજ સી.એચ.ઓ.તેમજ લેપ્રસી ,ટી.બી.મેલેરીયા, સુપરવાઈઝર તેમજ સિકલસેલ,એચ.આઈ.વી. કાઉન્સેલર તેમજ પ્રા.આ.કે . રાછવા સ્ટાફની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા “સ્પર્શ ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન ની ઉજવણી કરવામાં આવી . જેમાં તારીખ -૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી લેપ્રસી, ટીબી , મેલેરિયા, સિકલસેલ,એચ.આઈ.વી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે પ્રત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ .”ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ

Back to top button
error: Content is protected !!