
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને અરવલ્લી સ્પોર્ટ્સ મીટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે ૨૦૩૬ને ઓલમ્પિકને ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજયના દરેક વ્યકિતમાં રમત-ગમત પ્રત્યે રૂચી વધે, ખેલકુદનું વાતાવરણ ઉભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ માન. મંત્રી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં હર્ષભાઈ સંઘવીની આદેશાનુસાર ચિતન શિબિરમાં થયેલ ચર્ચા મુજબ જિલ્લામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવાનું થાય છે. જેમાં અરવલ્લી જિલ્લાના ૨૦ વર્ષથી ઉપરના તમામ વયજુથના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગેની જાહેરાત કરવા માટે આજે જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના યુવાનોને અને તમામ ઉમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ અને સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે.આ સ્પોર્ટસ મીટ દરમિયાન ૨૦ વર્ષની ઉપરની ઉંમરના લોકો માટે એથ્લેટીક્સ (૧૦૦ મીટર, ગોળાફેંક, લાંબીકુદ), રસ્સાખેંચ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલટેનિસ, લોન ટેનિસ, શુટીંગબોલ, ક્રિકેટ જેવી સ્પર્ધા યોજાશે. ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, લોન ટેનિસ, શુટીંગબોલ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે. તો ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, લોન ટેનિસ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે.
નીચે આપેલ લિન્કમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે અને રમતગમત અધિકારી પ્રકાશ ક્લાસવાના વોટ્સએપ ઉપર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો-8155862254
નોંધ :15-02-2025 સાંજે 5 વાગ્યાં સુધી રજીસ્ટ્રેશન કરાવવાનુંરહેશે.https://docs.google.com/forms/d/e/1FAIpQLScs1OA3RaitGnAGS8VY6jT1Yd1e-F4ZrZ3G3BnNYlhawB_BFg/viewform?usp=sharingવધુમાં વધુ લોકોનું ખેલકૂદ ક્ષેત્રે રુચિ વધારવા આયોજિત આ સ્પોર્ટસ મીટમાં તમામ લોકો જોડાય અને કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અરવલ્લીવાસીઓને વિનંતી છે





