GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI :મોરબી મહાનગરપાલિકા દ્વારા રીડયુસ, રિસાયકલ, રીયુઝ સેન્ટરનો શુભારંભ કરાશે
MORBI :મોરબી મહાનગરપાલિકા દ્વારા રીડયુસ, રિસાયકલ, રીયુઝ સેન્ટરનો શુભારંભ કરાશે
મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવતીકાલે તારીખ ૦૭/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે નવતર પ્રયોગ તરીકે રેન બસેરા ખાતે Reduce, Reuse, Recycle (RRR) Center નો પ્રારંભ કરવામાં આવનાર છે.
જેમાં મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનો દ્વારા RRR Center ખાતે તેમના જુના કપડા, જુના પુસ્તકો, જુના રમકડાં તેમજ જુના બુટ-ચપ્પલનું ડોનેશન કરી શકશે. આ મુહીમમાં મોરબી શહેરના મહત્તમ નાગરિકો ભાગ લે- તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.