ARAVALLIGUJARATMODASA

શામળાજી કૉલેજ ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન થયું.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી કૉલેજ ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન થયું.

શ્રી કલજીભાઈઆર કટારા આર્ટ્સ કોલેજ,શામળાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને શામળાજી કોલેજના સયુંક્ત ઉપક્રમે તા ૭,૮ ફેબ્રુવારી ૨૦૨૫ ના રોજ આંતર રાષ્ટ્રીય કોનફરન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં સમારોહમાં અઘ્યક્ષ સ્થાને ભિલોડાના ધારાસભ્ય પી સી બરાંડા હાજર રહ્યા હતા.ઉદઘાટકપદે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. કિશોરકુમાર સી પોરીઆ,મુખ્ય મહેમાનપદે બીરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સીટી રાજપીપળાના કુલપતિ મધુકર પાડવી,કી-નોટ સ્પીકરપદે ડો. નિરંજનભાઈ પટેલ,કુલપતિ સરદાર પટેલ યુનિવર્સીટી અને અતિથી વિશેષપદે હેમેન્દ્રભાઈ પટેલ પ્રેસિડેન્ટ, વડનગર એજ્યુકેશન ટ્રસ્ટ,દિલીપભાઈ કે કટારા શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી,ઉપરાંત વિવિઘ શેષનના ચેરપર્સન ડો.રાકેશ રાવ,ડો.આરતી પટેલ,ડો.જે એન બારોટ,ડો.જે કે પટેલ,ડો.પરાગ શુક્લ ઉપરાંત અન્ય કોલેજના પ્રિન્સીપાલઓ,અધ્યાપકઓ,રિસર્ચ સ્કોલર,બંને કોલેજના પ્રિન્સીપાલ ડો.અજય કે પટેલ અને ડો.ડી યુ પટેલ તેમજ પાર્ટીસિપન્ટસ ઉપસ્થિત રહ્યાં હતાં.જેમાં LSRM -2025 અંગે વિકસિત ભારત 2047 અંગે વિવિઘ મહેમાનોએ વક્તવ્યો આપ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!