વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
છેવાડેનાં ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોનાં શિક્ષણ માટે દાતાઓનાં યજ્ઞ સ્વરૂપે મળી અદ્યતન કુમાર છાત્રાલય.
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સરહદીય અને અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગુરૂકુલ વિધાસંકુલ ભદરપાડાએ શિક્ષણ ક્ષેત્રે સુવાસની સાથે નામનાં મેળવી છે.વર્ષો પહેલા સ્થાનિક આદિવાસી શિક્ષક દંપતીને આદિવાસી બાળકોનાં શિક્ષણને લઈને ચિંતા જાગી હતી.અને તેઓને શાળા નિર્માણનો વિચાર આવ્યો અને આ દંપતીએ પોતાનું સર્વસ્વ શિક્ષણને અર્પણ કરી આજે ગુરૂકુલ વિધાસંકુલનું સ્વપ્ન સાકાર કર્યું છે.ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગુરૂકુલ વિદ્યાસંકુલ ખાતે કુમાર છાત્રાલયના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવતા શિક્ષકો,વાલીઓ,ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ગદગદિત થઈ ઉઠ્યા હતા.શેઠજી ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી પ્રેરિત સહ્યાદ્રી જન કલ્યાણ મંડળ – ભદરપાડાના પુરુષાર્થ અને ડાંગ યુવક સેવા સમિતિ – આહવા સંચાલિત રમાબહેન અને ભગવતલાલ શાહ કુમાર છાત્રાલયના નવા ભવનનું દાતાઓના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય વિજયભાઈ પટેલ, નેશનલ એવોર્ડ ટીચર અને ટ્રસ્ટી જાનુભાઈ એસ.પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત,નિવૃત આચાર્ય કિશોરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત જોવા મળી હતી.તેમજ આ કુમાર છાત્રાલયના નવા ભવન માટે દાન કરનાર દાતા એવા ડો.નીતિનભાઈ – બીનાબેન, પ્રકાશભાઈ – સ્મિતાબેન, શૈલેષભાઈ- પૂર્ણિમાબેન, વિરેશભાઈ-નીલમબેન, ડો.હરેશભાઈ – સુમિત્રાબેન,NIF કંસારા બંધુઓ નવસારીનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓએ અનેક સાંસ્ક્રુતિક કાર્યક્રમો પ્રદર્શન કરી ઉપસ્થિત દાતાઓ સહિત મહેમાનોને ડોલાવ્યા હતા.ભદરપાડા ગુરુકુલનાં નવા ભવનના નિર્માણથી આદિવાસી કુમાર છાત્રોને વિનામૂલ્યો અધત્તન સુવિધાઓની સાથે લાભ મળશે એવી આશા સેવાઈ રહી છે.આ કાર્યક્રમની શેઠજી ચેરીટેબલ ટ્રસ્ટ નવસારીનાં ડૉ રાજન શેઠજીએ આભારવિધિ કરી હતી.અને આદિવાસી બાળકો માટે નિશ્વાર્થ ભાવે દાન કરનાર નાના મોટા સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો..