GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢકૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ ખાતે મધમાખી પાલન વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢકૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ ખાતે મધમાખી પાલન વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢકૃષિ યુનિવર્સિટી,જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે કુલપતિશ્રી ડૉ.વી.પી. ચોવટિયાના અધ્યક્ષ સ્થાને તા.૦૪/૦૨/૨૦૨૫ અને તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના તેમજ સ્ટ્રેન્ધનીંગ ફેસેલીટીઝ ફોર એપીકલ્ચર, સેરીકલ્ચર અને મશરૂમ કલ્ટીવેશન યોજના અંતર્ગત બે દિવસીય “મધમાખી પાલન-એક સફળ વ્યવસાય” વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ અને બહેનોને ભારતમાં મધુપાલનનું વિહંગાવલોકન, મધમાખી પાલન દરમ્યાન લેવાની થતી કાળજીઓ અને તેની માવજત, મધમાખી પાલનમાં વપરાતા સાધનો અને તેની ઉપયોગીતા, મધમાખી પાલનમાં આવતા વિવિધ જીવાત અને રોગની ઓળખ અને તેનું નિયંત્રણ, પરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ અને મધમાખીઓનો પરાગનયનમાં ફાળો જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ. ઉપરાંત યુનિવર્સિટીમાં આવેલ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા ખાતે મધપેટીની પ્રત્યેક્ષ મુલાકાત પણ કરાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢકૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવ, કુલસચિવશ્રી ડૉ. વાય.એચ. ઘેલાણી, આચાર્ય અને ડીનશ્રી ડો. પી.ડી. કુમાવત તેમજ સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ.સી. છોડવડીયા ઉપસ્થિત રહેલ. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર માંથી કુલ ૬૦જેટલા તાલીમાર્થી ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહેલ તેમજ તેઓને તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ કીટકશાસ્ત્ર વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!