BHARUCHBHARUCH CITY / TALUKO

VNSGUની “આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધા” (બહેનો માટે)નું આયોજન વી.સી.ટી ગર્લ્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું.

સમીર પટેલ, ભરૂચ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભરૂચ ખાતે તા. ૮/૨/૨૦૨૫ નાં રોજ VNSGUની “આંતર કોલેજ રસ્સાખેંચ સ્પર્ધા” (બહેનો માટે) નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ સાહેબ પધાર્યા હતાં. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા હતા જ્યાં રીબીન કટ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકવામાં આવી હતી. કોલેજની પરંપરા મુજબ સ્પર્ધા ની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વી.સી.ટી. કેમ્પસના સી.ઈ.ઓ. કાઝી નુસરતજહાં દ્વારા મુખ્ય અતિથિ રાજનસિંહ ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વી.સી.ટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમત ગમતના પ્રિન્સિપાલ ડો.કેતન નીઝામાં દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ એકદિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં VNSGU સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી. સ્પર્ધા તબક્કાવાર યોજાઈ જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાયા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એન.એચ. કોમર્સ કોલેજ, વલસાડ તેમજ દ્રિતીય ક્રમે શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ વિજેતા ટીમો જાહેર થઇ. ડૉ. ગર્વિષ્ઠા નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવીહતી આ સ્પર્ધાનું આયોજન પ્રો.કશ્મીરાબેન દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના તમામ પ્રધ્યાપકો દ્વારા કરી કર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!