AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે વઘઈ પોલીસ મથક વિસ્તારનો મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો,એક દંપતીની અટકાયત કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા દ્વારા જિલ્લાનાં અનડીટેકટ અને મિલકત સબંધી ગુનાઓને શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચને સૂચનાઓ આપી હતી.જે સૂચનાઓનાં અન્વયે ડાંગ જિલ્લાનાં એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજન સહિત પોલીસ કર્મીઓની ટીમે વોચ અને પેટ્રોલીંગ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.તેમજ ગુનામાં એક સ્ત્રી અને એક પુરુષની અટકાયત કરવામાં આવેલ છે.અને 34 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનને બાતમી મળી હતી કે,વઘઈ મેઈન બજારમાં નવજીવન મેડિકલ સ્ટોરના કાઉન્ટર ઉપરથી ચોરીમાં ગયેલ મોબાઈલની ચોરી દેવીપાડા ગામના સુરેશભાઈ હરિભાઈ ધૂમ તથા તેમની પત્ની મનીષાબેન સુરેશભાઈ ધૂન એ કરેલ છે. અને હાલમાં દેવીપાડા ગામ થી તેઓ પોતાની મોટરસાયકલ રજી.GJ -21-AC-8259 ઉપર બેસી ચીખલી તરફ જલાઉના લાકડા કાપવાની મજૂરી કામે નીકળેલ છે.જે બાતમીના આધારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજન સહિત પોલીસ કર્મીઓમાં એ.એસ.આઈ.પ્રમોદભાઈ નિવર,એ.એસ.આઈ.રમેશભાઈ પવાર,એ.એસ.આઈ.રણજીતભાઈ પવાર, હે.કો લક્ષમણભાઈ ગવળી તથા અ. પો.કોમાં દિલીપભાઈ ગામીત તેમજ પ્રદીપભાઈ કાગડેનાઓએ વઘઈ-સાપુતારા રોડ ઉપર મકરધ્વજ હનુમાન મંદિર પાસે જાહેર રોડ ઉપર મોટરસાયકલ સાથે  સુરજભાઈ હરીભાઇ ધુમ તથા તેમની પત્ની મનીષાબેન હરીભાઇ ધુમ ( બંને રહે. દેવીપાડાગામ તા.વઘઈ જી.ડાંગ) ની અટકાયત કરી હતી.તેમજ એલસીબી પોલીસની ટીમે તેમની પાસેથી ચોરીનો  મોબાઈલ ફોન VIVO કંપનીનો Model No. Y31 જેની કિંમત રૂપિયા 8 હજાર તથા મોટરસાયકલ જેની  કિંમત રૂપિયા 25 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 34,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને હાલમાં આ આરોપી દંપતીનો કબજો વઘઈ પોલીસને સોંપવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસની ટીમે બન્ને આરોપીઓનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!