BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દિલ્હી ના વિજય ની ઉજવણી, જિલ્લા કાર્યાલય ખાતે આતશબાજી અને મીઠાઈ થી મો મીઠું કરાયું…
સમીર પટેલ, ભરૂચ
દિલ્હી વિધાનસભા ચુંટણી માં ભાજપ ને મળેલ પ્રંચડ વિજય ની ભરુચ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી … આમ આદમી પાર્ટીના શાસન ને સમાપ્ત કરી ભાજપે દિલ્હી વિધાનસભા માં પ્રચંડ જીત મેળવતા ભરુચ જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ નું આયોજન કરાયું હતું.
ભરુચના કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરુચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સહિત જિલ્લા અને શહેર ના ભાજપ અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં વિજયોત્સવ ની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.મીઠાઈ વહેચી મો મીઠું કરાવી જિલ્લા ભાજપ દ્વારા દિલ્હી વિજય ને વધાવી લેવામાં આવ્યો હતો.