મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા તોરણા ખાતે એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું
મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા તોરણા ખાતે એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
મુસ્લિમ સંસ્થા મોહસીને આઝમ મિશન વિવિધ સામાજિક સેવા કાર્યો શૈક્ષણિક કાર્યો સહિતના લોક સેવાના કાર્યો કર્યા કરે છે હાલમાં જ મોહસીને આઝમ મિશનના વડા સૈયદ હસન અસકરી મિયા દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું છે “પઢોગે તો આગે બઢોગે” જેમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે ખાસ હિમાયત કરવામાં આવી છે
મુસ્લિમ સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વિવિધ શૈક્ષણિક જાગૃતતાના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અનુસંધાને ગઈકાલે રાત્રે તોરણા ગામ ખાતે એજ્યુકેશન અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સૈયદ સુબહાની મિયા તેમજ મિશનના પ્રમુખ શાહનવાઝ પઠાણ પત્રકાર આરીફ કુરેશી તેમજ પત્રકાર જુનેદ ખત્રી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને શિક્ષણના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત આધુનિક જમાનામાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને તેમને દુનિયા સાથે કદમ મિલાવવા તેમજ પોતાના સમાજ અને દેશને કામ આવે તેવું ઉચ્ચ શિક્ષણ હાસલ કરવા સમજ આપવામાં આવી હતી