BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

9 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તારીખ 05 /02/ 2025 ના રોજ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર વિવિધ ઇન ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું . જેવી કે લીંબુ ચમચી, લક્ષ્ય સિદ્ધિ, વન મિનિટ શો, ચેસ વગેરે. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પાર લીધો અને સ્પર્ધામાં વિજેતા રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.આમ કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો ના સહયોગથી સફળતાપૂર્વક સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.



