હાલોલ:પોલિકેબ કંપની દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો,લગ્ન સમારોહ માં 6 હિન્દૂ યુગલ અને 1 મુસ્લિમ યુગલે લગ્ન જીવનની શરૂઆત કરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૨.૨૦૨૫
હાલોલ ખાતે વાયર બનાવતી પોલિકેબ કંપની દ્વારા નગરના ગોધરા રોડ સ્થિત વી.એમ શાહ સ્કૂલ કેમ્પમાં ઉભું કરવામાં આવેલ સમીયાણામાં કંપની પરિવારના સાત નવદંતીઓના સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જ્ઞાતિ જાતી ના ભેદભાવ થી પરે રહી કંપની એ યોજેલા આ પેહલા સમૂહ લગ્ન સમારોહ માં છ હિન્દૂ યુગલ અને એક મુસ્લિમ યુગલે લગ્ન જીવન ની શરૂઆત કરતા આ સમારોહ કોમી એકતા ની મિશાલ બની ગયો હતો. કંપનીના એમડી ઇન્દર જયસિંઘાણી તેમજ ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમૂહ લગ્નમાં કંપની તરફથી સોના ચાંદીના દાગીના સહીત 30 અને કંપની માં કામ કરતા અન્ય કામદારો તરફ થી 62 મળી કુલ 92 ચીજવસ્તુઓ ની ઘર વખરી ના સમાન કરિયાવર આપી કન્યાને વિદાય આપવામાં આવતા સમૂહ લગ્ન માં જોડાયેલા યુવક યુવતીઓ ના પરિવારજનો એ કંપનીના આયોજન થી ખુશી વ્યક્ત કરી હતી.હાલોલ સ્થિત વાયર તેમજ ઇલોક્ટ્રોનિક ઉપકરણો બનાવતી પોલીકેબ કંપની અંદાજે 30 વર્ષ પહેલા એક યુનિટ થી શરૂ થયેલી કંપની આજે હાલોલ ની આજુબાજુ 15 જેટલા યુનિટ ધરાવતી કંપનીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારી લિમિટેડ કંપની બની છે.જેમાં 25 હજાર થી વધુ કામદારો રોજગારી મેળવે છે, સ્થાનિક લોકો ને રોજગારી નું પ્રાધાન્ય આપવાને કારણે આ કંપની કામદારો માં ભારે લોકપ્રિયતા ધરાવે છે.સાથે સાથે કંપની સંચાલકો પણ કામદારો અને તેમના પરિવારજનો ની સતત ખૂબ ચિંતા કરતા હોવાથી કંપની દ્વારા અવાર નવાર હાલોલ તેમજ આજુબાજુ વસતા લોકો માટે સામાજિક સુવિધા માટે લોકો ની પડખે ઉભી રહે છે,તેમજ અનેક સામાજિક કાર્યો કરતા હોવાથી આજના મોંઘવારી ના જમાનામાં કન્યાનું દાન કરવું ઘણું અઘરું બની ગયું છે.આ સામાજિક ભગીરથ કાર્ય ઉપાડવાનો ખ્યાલ કંપની ના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટીને આવતા આ પ્રસ્તાવ કંપનીના એમડી ઇન્દર જયસિંઘાણી ને કરતા કંપની કામદારો માટે આવા સામાજિક આયોજનો કરવા માટે તત્પરતા બતાવી પ્રથમ વખત સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. યોજાયેલ સમૂહ લગ્ન માં નગરની એમ એસ હાઈસ્કૂલ માં જાન નો ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાંથી સામુહિક વરઘોડો ધામધૂમથી બેન્ડવાજા સાથે નીકળી ગોધરા રોડ સ્થિત વી.એમ સ્કૂલ ખાતે ઉભો કરવામાં આવેલ લગ્ન મંડપ માં પહોંચ્યો હતો. જ્યાં તેઓનું શાસ્ત્રોક્ત વિધિવત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કન્યાઓને ચોરીમાં પધરાવી વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓના લગ્ન સંપન્ન થયા હતા. કંપની ના એમડી ઇન્દર જયસિંધાણી, તેમજ ડિરેક્ટરો રાકેશભાઈ તલાટી,સંતોષ સાવંત, નીરજ કુંદનાની સહિત ના કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી કન્યાઓ ને કરિયાવર આપી તેઓનું દામ્પત્ય જીવન સુખમય નીવડે તેવા શુભાશિષ પાઠવી કન્યાઓ ને વિદાય આપવામાં આવી હતી.












