ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં કેટલા લોકોના વોટ્સઅપ થયાં હેક,ગ્રુપોમાં ફાઈલ અચાનક જ સેન્ડ થયા ની ઘટના, વોટ્સઅપ હેક થયા હોવાની આશંકા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં કેટલા લોકોના વોટ્સઅપ થયાં હેક,ગ્રુપોમાં ફાઈલ અચાનક જ સેન્ડ થયા ની ઘટના, વોટ્સઅપ હેક થયા હોવાની આશંકા

આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી ભરપૂર ઉપયોગ થતો જોવા મળી રહયો છે જેમાં ખાસ કરીને લોકો વોટસઅપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર સહીત અનેક ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ નો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ટરનેટ ના માધ્યમ થકી વિવિધ માહિત, ઝડપી અને સરળતાથી મળી રહે છે પરંતુ હવે વિવિધ એપ્લિકેશન સેફ જોવા મળી રહેતી નથી જેની અંદર કેટલાક લોકો દ્વારા એપ્લિકેશન ને હેક કરી વિવિધ માહિતી ચોરાવતા હોવાની ઘટનાઓ હવે દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે જેમાં whatsapp ઇન્સ્ટાગ્રામ facebook સહિત અનેક એપ્લિકેશન હેકરો દ્વારા હેક કરવામાં આવી રહી છે જેનો ભોગ નિર્દોષ લોક બની રહ્યા છે

આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાની અંદર બની છે મળતી માહિતી અનુસાર આજે સવારના સમયે કેટલાક whatsapp હેક થયા હતા અને whatsapp ગ્રુપની અંદર એક ફાઈલ સેન્ડ કરવામાં આવી હતી અને એ ફાઇલ ડાઉનલોડ કર્યા પછી તરત એ ફાઈલ ઉપર ક્લિક કરવાથી જે તે વ્યક્તિ ફાઈલ પર ક્લિક કરે તે વ્યક્તિના whatsapp કોન્ટેક ની અંદર ગ્રુપ તેમજ નંબર પર આપોઆપ એ ફાઇલ સેન્ડ થઈ જતી હતી. આ માહિતી ત્યારે જ ખ્યાલ આવ્યો જ્યારે ગ્રુપની અંદર થયેલી સેન્ડ ફાઈલ જે તે વ્યક્તિએ સેન્ડ કરી ન હતી પરંતુ આ ફાઈલ ગ્રુપની અંદર કઈ રીતે સેન્ડ થઈ તે માલુમ પડ્યું નથી. આવી ઘટના બીજા એક whatsapp ગ્રુપની અંદર પણ જોવા મળી સમગ્ર ઘટના અંગે માહિતી માટે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે અન્ય વ્યક્તિના whatsapp સાથે પણ ચેડા થયેલા હોવાની માહિતી જાણવા મળી હતી અને જણાવ્યું હતું કે આ ફાઇલ કોઈકે હેક કરી હેક કરીને નાખેલ છે જેના કારણે whatsapp ફેક થયેલ હોવાની શંકા છે અને આ ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે ક્લિક કરીએ તો પોતાના નામના જે કોન્ટેક્ટ સેવ થયેલા હોય whatsapp ગ્રુપમાં તે આપો આપ સેન્ડ થઈ જાય છે અને જેટલા લોકો આ ફાઇલને ઓપન કરે છે એટલા લોકોની ફાઈલ જે તે કોન્ટેક નંબર સેવ હોય એની અંદર આપો આપ ફાઈલ સેન્ડ થઈ જાય છે ત્યારે આવી ઘટના બનતા જ ખાસ કરીને whatsapp હેકરોએ હેક કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.જેના વોટ્સઅપ નંબર હેક થયાં હોવાની માહિતી મળતા તેમને જણાવ્યું હતું કે કોઈ ફાઈલ કે લિંક whatsapp ગ્રુપ કે પર્સનલ નંબર થી આવે તો તેને ઓપન કે ડાઉનલોડ ન કરવી જોઈએ આમ અરવલ્લી જિલ્લામાં પણ વૉટ્સઅપ હેક થયાની શંકા સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!