GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લા ઈ-સેવા સોસાયટીની બેઠક નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

નર્મદા જિલ્લા ઈ-સેવા સોસાયટીની બેઠક નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

 

જિલ્લામાં તાલુકા ખાતે જનસેવા કેન્દ્ર મારફત મળતી નાગરિકોની અરજીઓ, તેનો નિકાલ તથા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચની સમીક્ષા કરાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જીલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઈ-સેવા સોસાયટીની સ્થાપના કરાઈ છે. જેની માસિક બેઠક આજે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન રાજ્ય સરકારની વિવિધ સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે તાલુકા મથકો તેમજ જિલ્લાકક્ષાએ ચાલતા જનસેવા કેન્દ્રોની કામગીરી, આ કેન્દ્ર થકી મળતી અરજીઓ અને તેની આવક તથા અરજીઓના નિકાલની વિસ્તૃતમાં સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ હાલમાં તાલુકા મથકોએ જનસેવા કેન્દ્રોના અપગ્રેડેશનની કામગીરી, એટીવીટીની કામગીરી અંતર્ગત કમ્પ્યુટર-પ્રિન્ટરની ખરીદીની પ્રક્રિયા અંગે ચર્ચા કરી હતી. અને લોકોને આવશ્યક સેવાઓ, પીવાનું પાણી, અરજદારોને બેસવાની વ્યવસ્થા-શેડ અને લાઈટ પંખાની સુવિધા ઉપલબ્ધ કરવી.

ઈ-સેવા સોસાયટીના ભંડોળમાંથી છેલ્લા એક વર્ષમાં થયેલા ખર્ચની ગ્રાન્ટ ફાળવણી તથા સરકાર તમારા આંગણેના અભિગમ સાથે વિવિધ યોજનાઓને સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોને ઘર આંગણે સેવા પુરી પાડવાના કાર્યક્રમ અંતર્ગત તબક્કાવાર સેવાસેતુમાં થયેલા ખર્ચ અંગે ચર્ચા કરી હતી.

 

આ વેળાંએ નિવાસી અધિક કલેક્ટરએ તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રની કામગીરી સુવ્યવસ્થિત થાય, લોકોની અરજીનો સત્વરે નિકાલ થાય, જનસેવા કેન્દ્રના નિરિક્ષણ માટે સમયાંતરે મામલતદાર અને પ્રાંત અધિકારીએ મુલાકાત કરી રજીસ્ટર નિભાવણી સાથે અરજીનો સમયસર નિકાલ કરી લોકસુખાકારીમાં લોકાભિમુખ વહીવટમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!