BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના રાજપારડીમાં પરિવારનુ પેટીયું રડવા બાળકીએ દોરડા પર સંઘર્ષ કર્યો

ઝગડિયાના રાજપારડીમાં પરિવારનુ પેટીયું રડવા બાળકીએ દોરડા પર સંઘર્ષ કર્યો

પેટ કરાવે વેઠ : ઝગડિયાના રાજપારડી ગામે બાળકીએ દોરડા પર સંઘર્ષ કરીને કરતબો બતાવ્યા

 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વેપારી મથક ગણાતા રાજપારડી ગામના ચાર રસ્તા ખાતે છત્તીસગઢના એક પરિવારનુ પેટ ભરવા તેમની એક બાળકીએ અવનવા કરતબો બતાવીને આજીવીકા મેળવી રહ્યાછે બાળકીના પિતાએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમારા પુર્વજો વખતથી અમે આવા કરતબો લોકોને બતાવીએછે અને આજીવીકા મેળવ્યેછે જ્યારે બાળકી કેમ શાળાએ નથી જતી એમ પુછતા પિતાએ કહ્યુ હતુ કે આ બાળકી અમારી રોજીરોટીનો સ્ત્રોતછે તો શાળાએ મોકલીએતો રોજીરોટીનો પ્રશ્ન ઉભો થાયછે તેવી પરિસ્થિતિછે અને આ દોરડા પર કરતબો દેખાડતી બાળકી પોતાનું નામ લખી શકે તેટલું શિક્ષણ મેળવ્યુંછે અને સરકાર દ્વારા કોઈજ મદદ કરવામાં આવતી નથી જો સરકાર દ્વારા કોઈ મદદ કરવામા આવી હોતતો અમારે આ કામ ના કરવું પડતું એક ગામ બીજા ગામ ભટકીને રોજગાર મેળવી રહ્યાંછે અને જ્યાં અંધારું થાય ત્યાં રાતવાસો કરી સવારે રોજીરોટી કમાવવા આગળ વધીએછે રાજ્યમાં એક તરફ કન્યા કેળવણી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યોછે તો બીજી તરફ બાળકો પરિવારના ગુજરાન ચલાવવા માટે શાળામાં જવાના બદલે મજુરી કરી રહ્યાછે છત્તીસગઢનો પરિવાર રોજીરોટીની તલાસમાં દરબદર ફરેછે જેમાં ભરૂચ જીલ્લાના વિવિધ ગ્રામિણ વિસ્તારોમાં દોરડા પર વિવિધ કરતબો કરીને રોજીરોટી કમાયછે રાજપારડીમાં બાળકીએ દોરડા પર કોઇપણ પ્રકારના સહારા વગર ચાલીને ઉપસ્થિત લોકોને હેરત અંગેજ કરતબો બતાવ્યા હતા લોકોએ પણ બાળકીની કળા જોઇને પોતાનાથી બનતી મદદ કરી હતી

ઈરફાનખત્રી
રાજપારડી

Back to top button
error: Content is protected !!