MORBI:મોરબીના શનાળા રોડ પર માધવ માર્કેટના પાર્કિંગ માંથી બાઇકની ઉઠાંતરી
MORBI:મોરબીના શનાળા રોડ પર માધવ માર્કેટના પાર્કિંગ માંથી બાઇકની ઉઠાંતરી
મોરબીના ઓએનચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટીમાં ઓમ પેલેસ ફ્લેટ નં.૩૦૩ માં રહેતા વેપારી યુવક નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા ઉવ.૩૧ ગત તા.૨૬/૦૧ના રોજ સવારના પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એસી-૮૮૮૪ લઈને નીકળ્યા હોય તે દરમિયાન શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક માધવ માર્કેટના પાર્કિંગ એરિયામાં પોતાનું ઉપરોક્ત બાઇક નિલેશભાઈ પાર્ક કરીને રોડની સામે પોતાના મિત્રને મળવા ગયા જ્યાંથી માત્ર ૧૫ મીનીટ બાદ પરત આવતા પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે નિલેશભાઈ દ્વારા બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે નિલેશભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.