
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા સ્થાનિક રોજગારને લઈ મુખ્ય કારખાના પ્રબંધક ને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું
દાહોદ જિલ્લામાં આવેલ રેલવે કારખાનામાં ૯૦૦૦ એચ.પી. લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટ માં સ્થાનીય શિક્ષિત બેરોજગાર નવયુવાનોને નોકરી માં પ્રાથમિકતા મળે તે હેતુ થી જનતા ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું કે, માનનીય પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ ૨૦૨૨ માં ઘોષિત ભારતીય રેલ્વે દ્વારા લગભગ ૨૦૦૦૦ કરોડ રૂપિયામાં ૯૦૦૦ એચ.પી લોકોમોટીવ નિર્માણ પ્રોજેક્ટ નું કાર્ય દાહોદમાં સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે આ પરિયોજના અંતર્ગત સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ૯૦૦૦ ક્ષમતા વાળા ૧૨૦૦ ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ કરવામાં આવશે. અને આ લોકોમોટીવ નું નિર્માણ કાર્ય સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ચાલુ થઈ ચૂક્યું છે.દાહોદ જીલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે. અને આ જિલ્લામાં રોજગાર નું કોઈ અન્ય સાધન નથી. અહી ના આદિવાસી નવયુવાનો શિક્ષિત બેરોજગાર છે. આ પરિયોજના અંતર્ગત લગભગ ૧૦૦૦૦ લોકોને રોજગાર મળી શકે તેમ છે. આ પરિયોજના નો ઉદ્દેશ્ય સ્થાનિક વિકાસ ને વધારવાનો છે. આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને એમની લાયકાત મુજબ સિમેન્સ લિમિટેડ એજન્સી માં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે જો સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહિ આવે તો સ્થાનિક યુવાનો દ્વારા કારખાનાના પ્રવેશદ્વાર ની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી



