BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે યોજાનાર બે દિવસીય ઉત્સવના આયોજન અને સર્વગ્રાહી સમિક્ષા અર્થે બેઠકનું આયોજન કરાયું

ભરૂચમાં ઉજવાશે શુકલતીર્થ ઉત્સવ
****

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ: સોમવાર- સરકારશ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચના શુક્લતીર્થ ખાતે આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એમ બે દિવસીય ઉત્સવના આયોજન થનાર છે.
ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ ખાતે બે દિવસીય ઉત્સવનું આગોતરૂ આયોજન થનાર છે, આ હેતુસર અધિક નિવાસી કલેકટર શ્રી શ્રી એન આર ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સમાં બેઠકનું આયોજનમાં કરવામાં આવ્યું હતું. ભરૂત જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે ભરૂચના શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન અંગે મિંટીંગનું આયોજન કરાયું હતું.
ઉક્ત બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત અમલિકરણ અધિકારીઓને મેળા અંગેના આયોજન અંગે સુચારૂ વ્યવસ્થા થાય તે માટેના જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.વધુમાં તેમણે લાઈઝનીંગ ડીપાર્ટમેન્ટની કામગીરી અને જરૂરી વ્યવસ્થા બાબતે સર્વગ્રાહી સમિક્ષા કરી આ ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ કરી હતી.
આ મિંટીંગમાં અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!