હાલોલ બાસ્કા નજીક હોટલ ગોલ્ડન પેલેસ પાસે કાર અને બાઈક વચ્ચે અક્સ્માતમાં બાઇક સવારનું નિપજ્યુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૨.૨૦૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે રહેતા અને હાલોલ વડોદરા રોડ ઉપર કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બાંધકામનું કામ કરતા બે કામદારોની બાઇક ને હાલોલ બાસ્કા પાસે કાર સાથે અથડાતા એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત ને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત ના બંને પગે ફેક્ચર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા ના વતની અને વડોદરાના ખોડીયાર નગરમાં રહી બાંધકામ સાઈડો ઉપર સેન્ટીંગના કોન્ટ્રાક્ટ નું કામ કરતો આદર્શ રમેશભાઈ કટારા ગઈ કાલે તેની પત્ની ને બાઇક ઉપર બેસાડી વતન લીમખેડા ગયો હતો,પત્નીને ઘરે મૂકી તે આજે સવારે તેના મિત્ર અજય તેરસિંગ બીલવાલ ને બાઇક પર બેસાડી વડોદરા ફરી રહ્યો હતો, ત્યારે હાલોલ વડોદરા રોડ ઉપર હોટલ ગોલ્ડન પેલેસ પાસે તેની બાઇક નો એક કિયા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં આદર્શ કટારાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અજય બિલવાલ ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો.અકસ્માત ને પગલે રોડ ઉપર વાહનોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો, ઇજાગ્રસ્ત અજય બીલવાલ ને સારવાર માટે ૧૦૮ એમબ્યુંલન્સ મારફતે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અકસ્માત ની જાણ હાલોલ ખાતે કામ કરતા આદર્શ કટારા ના સસરા રાહુલભાઈ સંગડા ને થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે જમાઈ ગઈ કાલે સાંજે ગર્ભવતી દીકરી ને લઇ ઘરે લીમખેડા ગયા હતા.અને સવારે મારા મામા ના દીકરા અજય સાથે વડોદરા જવા નીકળ્યા હતા.