હાલોલમાં વિશ્વકર્મા જયંતીની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરાઇ,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૨.૨૦૨૫
હાલોલ ખાતે મહાસુદ તેરસ ના પાવન પર્વ શ્રી વિશ્વકર્મા જયંતી ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.ભગવાન શ્રી વિશ્વકર્મા ના ભક્તો મોટી સંખ્યામાં હાલોલ તળાવ કિનારે આવેલ મંદિર ખાતે ઉમટી પડી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.દેવોના શિલ્પકાર અને સૃર્ષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા ની મહાસુદ તેરસના પાવન દિવસે ભારતભરમાં ઉજવાતી વિશ્વકર્મા જયંતી પર્વ નિમિત્તે હાલોલ નગર ખાતે પણ મહાસુદ તેરસ ને સોમવાર ના રોજ હાલોલ નગર સહીત તાલુકામાં રહેતા પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી પર્વની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ નગર ખાતે પંચાલ સમાજ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આજે સોમવાર ના રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે હાલોલ પંચાલ સમાજ ના આગેવાન હર્ષદભાઈ હરીશભાઈ પંચાલ સહીત પંચાલ સમાજ ના લોકો તેમજ વિશ્વકર્મા વંશીસેના ગુજરાત પ્રદેશ ના પ્રવીણભાઈ, હેમેશભાઈ સહીત લોકો મોટી સંખ્યા માં નગર ની મધ્યમાં આવેલ ચામુંડા માતાના મંદિર ખાતે ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિશ્વકર્મા ની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. સવારે 10.00 કલાકે પૂજા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રવીણભાઈ તેમના ધર્મપત્ની અલ્કાબેન પંચાલ પૂજા અર્પણ કરી હતી.બપોરે ૪. ૦૦ કલાકે વાજતે ગાજતે શુશોભિત બગીમાં ભગવાન શ્રી વિશ્વકર્મા ની છબી બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જે નગર ના મુખ્ય માર્ગો ઉપર ફરી ચામુંડા માતાના મંદિર ખાતે પરત આવ્યા બાદ હાલોલ પંચાલ સમાજ ની વાડી ખાતે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.









